નવી દિલ્લીઃ મોટા ભાગે જ્યારે કોઈ વ્યક્તિ મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકના નિયમો તોડે છે ત્યારે ટ્રાફિક પોલીસ અથવા મેમો દ્વારા તેને દંડિત કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં તો ગાડી ડિટેઈન પર કરવા સુધીની સજા આપવામાં આવે છે. પરંતુ શું તમને ટ્રાફિકના નિયમ તોડવા પર ફિલ્મ જોવાની સજા આપવામાં આવી છે. નહીં ને. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જે લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા તેમના માટે પોલીસે અનોખી પહેલ શરૂ કરી. નિયમ તોડનાર લોકોને પોલીસ સ્ટેશનમાં 3 કલાક સમય પસાર કરવો પડશે. લોકઅપમાં નહીં પરંતુ આ લોકોને પોલીસ સ્ટેશનમાં 3 કલાકનું ફિલ્મ દર્શાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરપ્રદેશની મુરાદાબાદ પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘ કરતા લોકોને સુધારવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. જે અંતર્ગત આ લોકોને ઝડપી પાડીને તેમને પોલીસ સ્ટેશનમાં 3 કલાકની ફિલ્મ દર્શાવવામાં આવશે. આ ફિલ્મમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ, સૂચનાઓ અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને અકસ્માત સંબંધિત દ્રશ્યો દર્શાવવામાં આવશે. 


આ પહેલ અંતર્ગત ટ્રાફિક પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો પાસેથી ન કોઈ ચાસાન કાપ્યું, ન પોસ્ટપેડ ન પ્રીપેડ રીતે દંડ વસુલ્યો. પરંતુ આ બધા લોકોને પોલીસ લાઈનના કોન્ફરેન્સ હોલમાં બેસાડીને મોટી સ્ક્રિન પર ટ્રાફિકના નિયમો પ્રતિ જાગરૂત્તા આવે તેવી ફિલ્મો દર્શાવવામાં આવે છે.


3 કલાકની ફિલ્મ દર્શાવ્યા બાદ તમામ ઝડપાયેલા લોકો પાસેથી આશ્વાસન લેવામાં આવે છે કે હવેથી તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે. ત્યારબાદ જ લોકોને છોડવામાં આવે છે. આ પહેલ અંતર્ગત આશરે 600 લોકોને દંડ ન આપી તેમને ફિલ્મ દર્શાવાઈ હતી. 


ટ્રાફિકના SP અશોક કુમારે કહ્યું કે આ પ્રકારના કાર્યક્રમથી સારા પરિણામ આવવાની આશા છે. હા શરૂઆતમાં લોકો કોન્ફરેન્સ હોલમાં આવવા માટે આનાકાની કરી રહ્યાં હતા. જો કે બાદમાં તમામ લોકોએ કહ્યું કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે. અશોક કુમારે કહ્યું કે પહેલા લોકોને અહીં લાવવામાં આવ્યા હતા, તેમનામાં વિરોધાભાસ હતો, ત્યાં કેમ લઈ જાવ છો, તમે અમને ચલાણ આપો, પરંતુ જ્યારે તેમને ગરમી વચ્ચે વીડિયો દ્વારા ફિલ્મ દર્શાવવામાં આવી ત્યારે તેમણે અમારી પહેલના વખાણ કર્યા.